અડાજણમાં રહેતી મૂળ ચેન્નાઇની 29 વર્ષીય મહિલા તબીબનો આપઘાત

 અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં રહેતા  મહિલા તબીબના સુસાઈડ બાદ હવે સુરતમાં મહિલા તબીબના આપઘાતની ઘટના બની છે. શહેરના   અડાજણના ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વેસ્ક્યુલર હોસ્પિટલમાં એનેસ્થેસિયાના તબીબ તરીકે ફરજ બજાવતી તેમજ અડાજણ કૃતિ બિલ્ડિંગમાં રહેતી 29 વર્ષીય મહિલા તબીબ અહવ્વીયા સતીઠે  વેક્યુરોનિયમ ઇન્જેક્શનના 3 ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે  ઘટના સ્થળે તપાસ કરતા  તબીબ પાસેથી પિતાને સંબોધીને અંગ્રેજીમાં લખાયેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી. તમે ભણવા માટે ફાઇનાન્સયલી સપોર્ટ કર્યો તે બદલ આભાર.’ મૂળ ચેન્નાઇની વતની મહિલા તબીબ અડાજણની હોસ્પિટલ સિવાય અન્ય 2 ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં ફરજ બજાવતી હતી. . તેણીએ સુરત સિવિલમાં એમડીનો અભ્યાસ પુરો કર્યો હતો. પરિવારજનો ડેડબોડી લેવા સુરત આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છેકે મહિલા તબીબ ત્રણ વર્ષથી તેના ઘરે ગઇ ન હતી. પ્રાથમિક તપાસમાં મળતી માહીતી મુજબ  તબીબ કોઇમ્બતુર યુનિવર્સિટીથી નીટની તૈયારી કરી રહી હતી તે વખતે તેનો એક યુવતી જોડે ઝઘડો થયો હતો. જેના કારણે તેણે કોલેજ છોડી એક વર્ષ ઘરે રહી તૈયારી કરવી પડી હતી. તે વખતથી તે ટેન્શનમાં રહેતી હતી. આ વાતને 4 વર્ષ થયા છે. છતાં આ વાતથી  તે ટેન્શનમાં રહેતી હતી. જેના કારણે મહિલા તબીબે આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડનોટ પણ આ ઉલ્લેખ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *