OLX પરથી ટેબલ ખરીદીનું ગુગલ પે થી પેમેન્ટથી 80 હજારની ઠગાઇ

રાંદેર રોડની આર્કીટેક્ટ યુવતીએ ઓએલએક્સ પર વેચવા મુકેલા ટેબલ અને રિવોલ્વીંગ ચેર ખરીદવાનું કહી ગુગલ પે થી પેમેન્ટ કરવાનું કહી ક્યુ.આર. કોર્ડ મોકલાવી ભેજાબાજે રૂા. 89 હજાર ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે રાંદેર રોડ તાડવાડી સ્થિત સાંઇ આશિષ સોસાયટીમાં રહેતી આર્કીટેક્ટ શ્રેયા રમેશ પટેલ એ ગત તા. 17 નવેમ્બરના રોજ ટેબલ અને રિવોલ્વીંગ ચેર વેચવા માટે ઓએલએક્સ નામની વેબસાઇટ પર ફોટો અપલોડ કર્યા હતા. ફોન પર વાતચીત થયા બાદ શ્રેયાએ ઓએલએક્સ પર વેચવા મુકેલા ટેબલ અને ચેરની ડીલ ક્લોઝ કરી દીધી હતી . ભેજાબાજે પ્રથમ રૂા. 5 નો ક્યુ.આર.કોર્ડ મોકલાવ્યો હતો. આ કોર્ડ સ્કેન કરતા વેંત રૂા. 5 ડેબીટ થઇ ગયા હતા અને તુરંત જ ક્રેડિટ પણ થઇ ગયા હતા. ત્યાર બાદ ભેજાબાજે એક પછી એક ચાર ક્યુ.આર. કોર્ડ મોકલાવ્યા હતા અને આ કોર્ડ સ્કેન કરતાની સાથે શ્રેયાના બેંક એકાઉન્ટમાંથી રૂા. 5, રૂા. 10 હજારના બે ટ્રાન્ઝેક્શન, તથા રૂા. 30 હજારના બે ટ્રાન્ઝેક્શન થયા હતા અને કુલ રૂા. 80,005 ની રોકડ શ્રેયાના બેંક ખાતામાંથી ઉપડી ગઇ હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *