ઓક્સિજન તબીબી વપરાશ તરફ વળતા સ્ટીલ ઉત્પાદન પર અસર થઈ

દેશભરમાં કોરોનાની બીજી લહેરને કારણે ઘરઆંગણે સ્ટીલની માગ પર મોટી અસર જોવા મળી છે. કોરોના ઈફેકટના કારણે ઓકસિજનની માગમાં બમણો વધારો થયો છે જેને લઈને હવે ઓક્સિજનને મેડિકલ વપરાશ તરફ વાળી રહ્યા છે બીજી તરફ   સ્ટીલના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળવા સંભવ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાંથી વ્હાઈટ ગુડસ તથા ઓટો માટેની માગ ધીમી પડવાની શકયતા છે. જો કે સરકાર હસ્તકના માળખાકીય પ્રોજેકટસ તરફથી સ્ટીલની માગ ચાલુ રહેશે એમ એક રેટિંગ એજન્સીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું.  સ્ટીલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજનને સ્ટીલ કંપનીઓ તબીબી ઉપયોગ માટે પૂરો પાડી રહી છે તેને કારણે સ્ટીલ ઉત્પાદન પર અસર પડવાની શકયતા નકારાતી નથી.  જાહેર તથા ખાનગી ક્ષેત્રના સ્ટીલ પ્લાન્ટસમાં આવેલા ૨૮ જેટલા ઓક્સિજન પ્લાન્ટસ હાલમાં દૈનિક ૧૫૦૦ ટન્સ જેટલો ઓક્સિજન તબીબી ઉપયોગ માટે પૂરો પાડી રહ્યા છે. સેફટી સ્ટોક સહિત ૩૦,૦૦૦ ટન્સ સ્ટોકસને તબીબી વપરાશ માટે ઉપલબ્ધ બનાવાયો છે, એમ સ્ટીલ મંત્રાલય દ્વારા તાજેતરમાં જણાવાયું હતું.  દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ગંભીર અસર જોવા મળી રહી છે. દરમિયાન કોરોનાની બીજી લહેરની ઓટો તથા કન્ઝયૂમર ડયૂરેબલ્સની માગ પર અસર પડવાની શકયતાને જોતા સ્ટીલની માગ નબળી રહેવા ધારણાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *